ખીલી જાંઉ,ખરી જાંઉ,ખરીને જ માટી માં મળી જાંઉ લે,
માટીમાં મળીને વળી લે ખીલી જાંઉને ફૂલોમાં ભળી જાંઉ લે.
હું તો લ્યાં આખે ની આખી છું
પેલા નાના’શા બીજડા ની જાત
કોણે આવીને મારા જીવતરમાં,
પુરી છે લીલેરા વૃક્ષોની ભાત.
માણસ છું માણસની જાતમાં વૃક્ષો ઉગાડી પછી લળી જાંઉ લે,
ખીલી જાંઉ,ખરી જાંઉ,ખરીને જ માટી માં મળી જાંઉ લે.
વૃક્ષો થવાનુ તો સહેલુ છે ને વળી,
અઘરું છે માણસ થવાનું મારા ભાઈ.
માણસમાં ફૂંટી નીકળે જો લીલી,
કૂંપળ તો વૃક્ષો પણ દેશે વધાઈ.
આંગળી ના ટેરવે પર્ણૉ બેસાડી ને ડાળી થઈ વળી જાંઉ લે,
ખીલી જાંઉ,ખરી જાંઉ,ખરીને જ માટી માં મળી જાંઉ લે,
રગરગમાં લીલેરુ લોહી ભરીને,
આખા વગડાને ઉગાડું મઈ.
રુંવાટે રુંવાટે ટહુકા બેસાડુ ને
ગૂંથાઈ જાંઉ માળો હું થઈ.
ચકલી,પારેવાને બોલાવી મેનાને પોપટમાં પંખી થઈ ભળી જાંઉ લે,
ખીલી જાંઉ,ખરી જાંઉ,ખરીને જ માટી માં મળી જાંઉ લે,
વર્ષા બારોટ
July 1, 2008
સુરજે કહયું :
નિશાને,
તુ રાતભર લખતી રહે
મને જે કહેવું છે તે
સિતારાઓ રુપે.
હું વહેલી સવારે દાદમાં
જવાબો વહેતા કરીશ
પ્રભાત રુપે
વર્ષા બારોટ
July 1, 2008
ભીતરે વાંઝણુ રણ મળે તો લખુ,
ને હરણ ઝાંઝવા ને છળે તો લખુ.
એમનું એ સ્મરણ શ્વાસ માં ઓગળે,
આ હ્રદય કોઈ દિ’ ખળભળે તો લખુ.
આજ મારી ગઝલ સાંભળી ને પછી,
દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખુ.
આપણે અર્થને પામવા ક્યાં હતાં ?
રક્તમાં શ્બ્દ તારા ભળે તો લખુ.
જિંદગી ઝેર જેવી બની ગઈ હવે,
વેદના સર્પ થઈ સળવળે તો લખુ.
‘ઈશ્ક’તું બેફિકર બોલજે આ ગઝલ,
આ બધા આજથી ટળવળે તો લખુ.
’ઈશ્ક’પાલનપુરી
June 30, 2008
” સંકલ્પ લોહી માં,પ્રસરાવી ચૂકેલો છું,
ધૂર્ત આશાઓને, ફગાવી ચૂકેલો છુ;
ઠારી દે હામ,એવુ તો હિમાલયમાં નથી,
સમસ્યાલયમાં,જીવન વિતાવી ચૂકેલો છું.”
‘મૌન’પાલનપુરી
March 28, 2008
એક મોસમ ઝરમરે રૂમાલ માં.
એક ચોમાસુ તરે રૂમાલ માં.
ખૂપતા ગ્યા રોજ લીલા છાયડા,
રોજ થોડુ રણ ખરે રૂમાલ માં.
આંસુઓને ખાળવા મુશ્કેલ છે,
મેઘ જેવુ મન ઝરે રૂમાલ માં.
કાળ કેરી કોટડી માં કેદ છું,
જિંદગી ફરતી ફરે રૂમાલ માં.
શબ્દની સંપત મુબારક આપને,
મૌન મારુ પાંગરે રૂમાલ માં.
પ્રો.મહેશભાઈ મકવાણા
March 28, 2008
રણ માં એવાય કિસ્સા મળ્યા છે,માનશો!
હરણે ઝાંઝવાને છળ્યા છે,માનશો!
તરસ છીપાવવા જળનુ હોવુ પર્યાપ્ત નથી;
નદી ના કિનારા હજુય તરસ્યા છે,માનશો!
વરસાદમાં જે સાવ કોરાકટ રહ્યા’તા;
કોઇ નીઆંખના ઇશારે પલળ્યા છે,માનશો!
દિવાનગી દિશાઓ ફેરવી નાંખે છે મિત્રો;
બધા રસ્તા એના ઘર તરફ વળ્યા છે,માનશો!
કલમ ને કાગળ લઈ સાધુની માફક જીવું છુ;
ગઝલ લખવી એ પણ તપસ્યા છે ,માનશો!
શરદ કે.ત્રિવેદી;
February 16, 2008
ના જાણે,કેટલીય રાતો જાગ્યો છુ ,તારા વિરહમાં.
જમાના ને સાવ પાગલ લાગ્યો છુ, તારા વિરહમાં.
ખબર-અંતર ક્યાં પુછ્યા’તા તમે જુદા થયા પછી,
આ’તો હુ ગઝલ વડે સચવાયો છુ,તારા વિરહમાં.
‘ઈશ્ક’પાલનપુરી
February 16, 2008
તારા વિના કેમ કરી ફાવશે,રબારણ?,
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે,રબારણ.
જોયા નેદિવસો નહિ જાણે સદિઓ થઈ,
રાહ જોવુ તારી રંગ -રસીયો થઈ.
કહે ને દોસ્ત તુ ક્યારે આવશે રબારણ?
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.
સાંજ ના સુમારે ગાયો ભાંભરશે,
દોસ્ત, અચાનક મનેતુસાંભરશે.
આ,અબોલનીકોણખબરકાઢશેરબારણ?,
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.
મને તારી ઓઢ્યા કોર ના સમ છે,
અહિંયા સનમ બધુજ હેમખેમ છે.
બસ ‘ઈશ્ક’ને તારી કમી સાલશે રબારણ,
દિલને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.
’ઈશ્ક’પાલનપુરી
February 16, 2008
પીડા ભોગવીને જ પરમે પહોચાયુ છે.
અમસ્તુ જ ક્યાં એના સુધી જવાયુ છે.
સમીપે રહીને રાધા તો શ્યામ બની ગઈ,
ને દુરથી પણ મીરાનુ જીવન ક્રુષ્ણ કહેવાયુ છે.
ઘર બાંધીને ઘરમાં રહેવાની તુ વાત છોડ,
પુછી જો મનને કોઈ ના હદયમા કેટલુ રહેવાયુ છે
દર્દને સહેવાની દોસ્ત જીગર ક્યાં તારી?
એતો મુજ હદયમાં જણસની જેમ સચવાયુ છે.
જીવનથી મરણ સુધીની આ સફરમાં કહો,
કેટલી ક્ષણ માં,કેટલુ સાચુ જીવાયુ છે.
અમસ્તોજ આ રંગ પ્રેમનો ઘેરો નથી બન્યો,
ઝાંખીને જો હદયમાં દર્દ કેટલુ ઘુટાયુ છે?
વર્ષા બારોટ
February 16, 2008
બે હોઠો માં તમારુ મલકાઇ જવુ યાદ છે મને
મલકાઇ ને પાછુ શરમાઇ જવુ યાદ છે મને
લાગણી ના પુર માં તણાઇ જવુ યાદ છે મને
પહેલી નજર મા દિલ નુ ચોરાઇ જવુ યાદ છે મને
મે સવાલ કર્યો હતો કે શુ તુ મને ચાહે છે ?
સાંભળી સવાલ ,તારુ મુઝાઇ જવુ યાદ છે મને
વાસંતી વાયરો, છેડતી કરે તારી રેશ્મિ ઝુલ્ફો ની,
ને સ્ક્ન્ધ પરથી દુપટ્ટા નુ લહેરાઇ જવુ યાદ છે મને
ચહ્રેરા પરથી લટ ને પાછળ કરી આંખ નુ ઉલાળવુ તારુ,
ને ‘ઇશ્ક’ની કલમ થી ગઝલનુ લખાઇ જવુ યાદ છે મને ‘ઈશ્ક’પાલનપુરી
February 16, 2008